સંઘણી: કચ્છી હાથવણાટની ઉઘડતી ક્ષિતિજો – ચાવીરૂપ તારણો અને વિશ્લેષણ (in Gujarati)

By અશીષ કોઠારી, દુર્ગાલક્ષ્મી વેંક્ટસ્વામી, ઘટિત લહેરું અને અન્ય onMar. 10, 2020in Livelihoods

સંધણી: કચ્છી હાથવણાટની ઉધડતી ક્ષિતિજો ચાવીરૂપ તારણો અને વિશ્લેષણ – ગુજરાતી અનુવાદ

સંધણી: કચ્છી હાથવણાટની ઉધડતી ક્ષિતિજો, અહેવાલ – ગુજરાતી અનુવાદ

આ અભ્યાસ કચ્છ (ગુજરાત, ભારત) ના વણકર સમુદાય, જે હાથ વણાટ કળાને એવા સમયે પુન: જીવંત કરવા સાથે જોડાયેલો છે, જ્યારે તે લગભગ નામશેષ થવાની પરિસ્થિતીમા હતી, તેમની આજીવિકામાં આવી રહેલા બદલાવના બહુઆયામી પરિમાણોના સંદર્ભમાં હાથ ધરવામાં આવ્યો છે. વૈકલ્પિક પરિવર્તન માળખા તરીકે ઓળખાતા સહભાગી પૃથ્થક્કરણ સાધનનો ઉપયોગ કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં આ સમુદાયના લોકોના જીવનમાં આવેલા આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય અને પર્યાવરણીય બદલાવોની આકારણી કરવામાં આવી છે. આ અભ્યાસનો હેતુ એ સમજવાનો હતોકે વાસ્તવમા આ બદલાવ ન્યાય અને સ્થાયીત્વની  દિશામાં છે કે નહીં.

અભ્યાસની ફલશ્રુતિ પરિવર્તનની ચાર હકારાત્મક લાક્ષણિકતાઓ જોવા મળી હતી: સુખાકારી (વિશેષત: આર્થિક) માં એકંદર વધારો અને તમનામાં આ કળા પ્રત્યે પ્રવર્તી રહેલી પોતીકાપણાની ભાવના તેમજ આ કળા એ તેમની આગવી ઓળખ હોવાની લાગણી; યુવા પેઢીનું વણાટકામ તરફ પાછા ફરવું અથવા પાછા ફરવામાં નડી રહેલા અવરોધો; જાતિ જ્ઞાતિ અને પેઢીગત અસામનતાઓને ઓછી કરવાની દિશામાં જોડાયેલા પરિવર્તનો; તેમજ કચ્છી  વણાટના હાર્દને જાળવી રાખવા માટે અલગ અલગ સંસ્કૃતિઓમાંથી મેળવેલ જ્ઞાન, શિક્ષણ અને તક્નીકી જાણકારીના ઉપયોગ ધ્વારા અદભૂત નવીનતમ પ્રયોગો અને સર્જનાત્મકતા.

જો કે, આ અભ્યાસમાંથી એ બાબત તરફ પણ ધ્યાન કેન્દ્રિત થયુ હતુ કે વણકરોના (ઉદ્યોગ સાહસિકો અને વણાટ કાર્યકરો) બે વર્ગો વચ્ચે આર્થિક અસમાનતાની ખાઇ પહોળી થઇ રહી છે; કાચો માલ અને ઉત્પાદનો માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહેતાં, તેનો વ્યાપ રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સુધી વિસ્તર્યા હોવાને કારણે પર્યાવરણ પર તેની હાનિકારક અસરો થઇ રહી છે, તમ છતાં, સ્થાનિક કક્ષાએ ઉત્પાદિત થતા સજીવ કપાસના વપરાશમાં વધારો થવાને કારણે પર્યાવરણીય અસરોને કંઇક અંશે નિયંત્રણમાં રાખી શકાય છે; તેમજ વણકરોમાં આજીવિકા સંબંધિત સામૂહિક સજ્જતાનો તદન અભાવ.

આ અભ્યાસમાં, આ પ્રકારના બદલાવ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ચાવીરૂપ ધટકોની પણ છણાવટ કરવામાં આવી હતી, જેમાં એજન્સીની ભૂમિકા અને બદલાવ લાવવામાં યોગદાન આપનાર ચાવીરૂપ સંજોગો (અર્થતંત્ર અને સમાજમાં) નો સમાવેશ થાય છે. આમાં એ તરફ પણ ધ્યાન આપવામાં આવ્યુ હતુ કે સુખાકારીની દિશામાંં આવી રહેલા બદલાવ કેટલા અંશે સ્થાયી અથવા હંગામી છે.  તેમજ સ્થિર અને ન્યાયિક બદલાવ માટે જરૂરી ચાવીરૂપ પગલાં અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અભ્યાસના એક સ્પષ્ટ – પેટા હેતુ તરીકે “પર્યાવરણીય અસરોની આકારણી” કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કાલા કપાસ અને બીટી કપાસની અસરોની સરખામણી કરવામાં આવી હતી. જેમાં એ બાબત સ્પષ્ટ થઇ હતીકે કાલા કપાસની
પર્યાવરણીય અસરો ઘણી ઓછી છે.

આ અભ્યાસ ત્રણ સહભાગીઓ દ્વારા સંયુક્તપણે હાથ ધરાયો છે: કલ્પવૃક્ષ, ખમીર અને વણકર સમુદાયના કેટલાંક વડીલ સભ્યો ધ્વારા વણકર સમુદાયનું પ્રતિનિધિત્વ કરવામા આવ્યુ હતુ.. કલ્પવૃક્ષ માટે, તે તેના ગ્લોબલ એક્શન રીસર્ચ પ્રોજેક્ટ, એકેડેમિક એક્ટીવીસ્ટ કો જનરેશન ઓફ નોલેક ઓન એનવાઇરોનમેન્ટલ જસ્ટીસ (ACKnowl-EJ)નો એક ભાગ હતો, જ્યારે ખમીર માટે તે વણકરો સાથેની તેમની કામગીરીની અસરોને સમજવાનો અને ભાવિ આયોજનઓ માટેની ગહન સમજણ પ્રાપ્ત કરવાનો એક પ્રયાસ હતો.  

ચાવીરૂપ તારણો અને પૃથ્થક્કરણ દર્શાવતો સંક્ષિપ્ત અહેવાલ અલગથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.

લેખક અશીષ કોઠારી, દુર્ગાલક્ષ્મી વેંક્ટસ્વામી, ઘટિત લહેરું, અરુણ દીક્ષિત, કંકણ ત્રિવેદી, રાધિકા મુલે

(સુરજ જેકબ, અને મીરાં ગોરડિયા પાસેથી મળેલા ઈનપુટના આધારે)


English language –

Read the key findings and analysis here

Read Sandhani the entire case study here

Story Tags: , , , , , , , , , , ,

Leave a Reply

Loading...